‘બ્લેક’ 19 વર્ષ બાદ ઓટીટી પર

Monday 12th February 2024 08:29 EST
 
 

અમિતાભ બચ્ચન અને રાણી મુખરજીના યાદગાર અભિનયથી શોભતી ફિલ્મ ‘બ્લેક’ 19 વર્ષ બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચને જાતે ફિલ્મની ડિજિટલ રિલીઝની જાહેરાત કરી હતી. સંજય લીલા ભણશાળી દિગ્દર્શિત આ ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી. તેમાં અમિતાભે અલ્ઝાઈમરથી પીડીત શિક્ષક જ્યારે રાણીએ તેમની નેત્રહીન વિદ્યાર્થિનીની ભૂમિકા ભજવી હતી. અમિતાભે ખુદ આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હોવાની ખુશી પ્રગટ કરી હતી. આ ફિલ્મને તે સમયે ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા. બાદમાં તે તુર્કીશ ભાષામાં ‘બેનીમ દુન્યમ’ના નામે પણ બનાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter