સલમાન ખાન ફક્ત રૂપેરી પડદે જ નહીં, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખાસ્સો લોકપ્રિય છે. તેના ચાહકો દેશ-વિદેશમાં ફેલાયેલા છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા અપાર છે. હવે ફેસબુક પર ‘ભાઇ’ના ફોલોઅર્સની સંખ્યા વધીને ૫૦ મિલિયનથી પણ વધી ગઇ છે. સલમાન ફેસબુક પર ઇન્ડિયાની જાણીતી સેલિબ્રિટીના નંબર બેના ક્રમાંક પર છે. ફોલોઅર્સના મામલે સલમાન પ્રિયંકા ચોપરાથી થોડો જ પાછળ છે.
તેણે દીપિકા પદુકોણ તેમજ વિરાટ કોહલીને પણ હંફાવ્યા છે. ફેસબુક પર પ્રિયંકા ચોપરા ૫૪ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે. જોકે સલમાનની વધતી લોકપ્રિયતા જોઇને લોકો અંદાજ બાંધી રહ્યા છે કે, સલમાન જલદી જ પ્રિયંકાને પણ સ્પર્ધામાં પછાડશે. હાલ તો ‘ભાઇ’એ અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન અને દીપકા પદુકોણને પાછળ છોડી દીધા છે. પ્રિયંકા ચોપરાના ફેસબુક પર ૫૪,૯૦૧,૯૫૪, સલમાન ખાન ૫૦,૯૦૫,૧૮૪, દીપિકા પદુકોણ ૪૮,૭૧૬,૫૩૧, વિરાટ કોહલી ૪૬,૧૯૨,૨૩૨, શાહરુખ ખાન ૪૨,૭૮૯,૯૯૮ અને અમિતાભ બચ્ચન ૩૭,૯૬૨,૨૮૩ ફોલોઅર્સ ધરાવે છે.