‘મર્દ કો દર્દ નહીં હોતા’

Friday 03rd September 2021 06:51 EDT
 
 

ફિલ્મના સેટ પર ઈજા થવાથી અભિષેક બચ્ચનના હાથની સર્જરી કરાઇ હતી. આ માટે તે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેના પિતા અમિતાભ તથા બહેન શ્વેતા ખબર કાઢવા હોસ્પિટલે ગયા હતા. જોકે, હવે અભિષેકે સોશિયલ મીડિયામાં પોસ્ટ અને ફોટો મૂકીને તબિયત અંગે ખુલાસો કર્યો છે. તસવીરમાં તેનો હાથ સ્લિંગ (ઝોળી)માં જોવા મળે છે. તેણે લખ્યું કે ચેન્નાઈમાં શૂટિંગ દરમિયાન મારો અકસ્માત થયો હતો અને જમણા હાથનું હાડકું ભાંગી ગયું હતું. હાડકું બેસાડવા માટે સર્જરી જરૂરી હતી. આથી હું મુંબઈ આવ્યો હતો. હવે સર્જરી થઈ ગઈ છે અને તમામ પેચીસ પણ જતા રહ્યા છે. હવે હું પાછો ચેન્નાઈ પહોંચી ગયો છું અને શૂટિંગ શરૂ કરી દીધું છે. શો મસ્ટ ગો ઓન... મારા પિતા કહેતા હોય છે, મર્દ કો દર્દ નહીં હોતા... ઠીક છે. પણ થોડું દર્દ તો થાય છે.’ અભિષેકની આ પોસ્ટ જોઈને બહેન શ્વેતાએ લખ્યું હતુંઃ બેસ્ટ પેશન્ટ... બોબી દેઓલ, રિતેશ દેશમુખ, મનીષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, આનંદ આહુજા, ગૌહર ખાન, વિક્રાંત મેસી જેવા સેલિબ્રિટિઝે તેને શુભેચ્છા આપી હતી જ્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ સિકંદર ખેરે કહ્યું હતું કે તું આનાથી વધુ સારો ક્યારેય દેખાતો નહોતો. માસ્ક અને સ્લિંગ વાઈબ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter