બોલિવૂડ અભિેત્રી ટ્વિન્કલ ખન્ના લેખિકા તરીકે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. થોડાક શબ્દોમાં ઘણું જ કહી જતી ટ્વિન્કલની આવી જ એક પોસ્ટ આજકાલ બહુ ચર્ચામાં છે. પોસ્ટમાં ટ્વિન્કલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથોસાથ પર્લ હાર્બરનો ઉલ્લેખ કર્યો છે. તેણે રવિવારે ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી તેમાં મિડલ ઇસ્ટના યુદ્ધનો સંદર્ભ હતો. પોસ્ટમાં લખ્યું છેઃ ‘ડોનાલ્ડ ટ્રમ્પ અમારા રસોડામાં ઘુસી ગયા છે. મારે આપણા વડાપ્રધાનની પ્રશંસા કરવી પડશે. તેઓ પુતિનની પાઠ થપથપાવી રહ્યા છે, ઈરાન પ્રતિ સહાનુભિતિ જાહેર કરી રહ્યા છે, ઇઝરાયલ સાથે સહમતીમાં મસ્તક હલાવી રહ્યા છે, ટ્રમ્પને ભેટી રહ્યા છે અને ફોન પર વાતચીત કરીને અખાતી દેશો સાથેનું અંતર ઘટાડી રહ્યા છે. તેને ગ્લોબલ ગરબા કહે છે. માત્ર ગુજરાતી જ જાણે છે કે કોઈકના પગ પર પગ મુક્યા વિના સમૂહમાં ગોળ ગોળ કઈ રીતે ફરી શકાય છે. - મિસીસ ફનીબોન્સ.’


