‘મારા માટે સ્પેશિયલ છે શમિતા...’

Saturday 02nd October 2021 05:27 EDT
 
 

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી વચ્ચે રિલેશનશિપની ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે. જોકે, બંનેએ પોતાના સંબંધ અંગે ખુલીને ક્યારેય વાત કરી નથી પરંતુ તેમની વચ્ચે વધતી નિકટતા સ્પષ્ટ જોઇ શકાય છે. હવે રાકેશે શમિતા માટે પોતાની ફિલિંગ્સ અંગે જણાવ્યું છે. શમિતા અને રાકેશનું કનેક્શન એક રિયાલિટી શો દરમિયાન થયું, જેમાં તેઓ એકબીજાને ભેટતા કે કિસ કરતા નજરે પડ્યા હતા. રાકેશ બાપટે હાલમાં એક એન્ટરટેઈનમેન્ટ સંસ્થાન સાથેની વાતચીતમાં શમિતા સાથેના સંબંધ અંગે કહ્યું કે અમારો સંબંધ એક મિત્રતાથી વધુ છે, અને શોમાં પણ તે ખૂબ સ્પષ્ટ નજરે પડતો હતો. હા, તે મારા માટે ખાસ છે, તે એવી વ્યક્તિ છે જેની સાથે હું સમય પસાર કરવા ઈચ્છું છું. વાત કરવા ઈચ્છું છું.
રાકેશ શમિતાને એક સ્ટ્રોંગ મહિલા અને પ્યોર સોલ ગણાવે છે અને તેની સાથે રહેવા માંગે છે. રાકેશનું કહેવું છે કે શમિતા કેરિંગ છે અને પોતાની ફિલિંગ્સ વિશે ખુલીને વાત કરે છે. પોતાના સંબંધો સંદર્ભે રાકેશ કહે છે કે, આ સ્લો અને મજબૂત છે. અમે એકબીજા સાથે ખૂબ સમય સ્પેન્ડ કરવા ઈચ્છીએ છીએ અને આગળ પણ સમય વિતાવીશું. હું કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવા ઈચ્છતો નથી. મને ખબર છે કે તે પણ એવું જ ઈચ્છે છે. જો રિલેશનશિપ સ્ટેટ્સની વાત કરીએ તો અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને સારા મિત્રો છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter