‘મારી આંખો ઓશો જેવી છે...’

Monday 22nd March 2021 05:00 EDT
 
 

આધ્યાત્મિક ગુરુ આચાર્ય રજનીશ ઓશો તરીકે પણ જાણીતા છે. તેમનું જીવન રહસ્યોથી ભરપૂર રહ્યું હતું એટલું જ વિવાદાસ્પદ રહ્યું હતું. આથી જ સિનેમા અને ડોક્યુમેન્ટરી મેકર્સને તેમના જીવન પ્રત્યે ખાસ આકર્ષણ રહ્યું છે. તેમના જીવન પર આધારિત અનેક ડોક્યુમેન્ટરીઝ બની ચૂકી છે.
આ પ્રવાહમાં હવે એક હિન્દી ફિલ્મનું નામ પણ ઉમેરાયું છે. એક્ટર-સંસદ સભ્ય રવિ કિશન હવે રિતેશ એસ. કુમાર દ્વારા ડિરેક્ટેડ ‘સીક્રેટ્સ ઓફ લવ’ નામની ફિલ્મમાં ઓશો તરીકે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રજનીશના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાંથી રવિ કિશનનો લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
આ ફિલ્મથી ખૂબ જ ઉત્સાહિત રવિ કિશન કહે છે કે, ‘જ્યારે તમને કોઈ કલ્ટ પર્સનાલિટીનું કેરેક્ટર પ્લે કરવાનું કહેવામાં આવે કે, જેઓ ન ફક્ત વિવાદાસ્પદ રહ્યા હોય, પરંતુ તેમનું માસ ફોલોઇંગ પણ હોય તો એવી સ્થિતિમાં જવાબદારી અનેકગણી વધી જતી હોય છે.
આ પાત્રને શક્ય એટલું સચોટ રીતે ભજવવા માટે મારે ઓશોનાં અનેક પુસ્તકો વાંચવા પડ્યા હતા અને ખૂબ રિસર્ચ કરવું પડ્યું છે. મને મદદ કરવા માટે મારા ડિરેક્ટર મારી સાથે હતા.’
આ ભોજપુરી સુપરસ્ટારે વધુમાં કહ્યું હતું કે, ‘જ્યારે મેં રિતેશને પૂછ્યું હતું કે, આ રોલ માટે તેણે મારો જ એપ્રોચ શા માટે કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારી આંખો ઓશો
જેવી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter