‘મેન ઓફ સ્ટીલ’ઃ સરદાર પટેલના જીવનચરિત્ર પર પ્રથમ ગુજરાતી ફિલ્મ

Saturday 02nd August 2025 09:10 EDT
 
 

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ જિર્ણોદ્ધાર, જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના નિર્ણય સામે જુનાગઢને બચાવવાથી શરૂ કરીને ભારત દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ મોટો ફાળો છે. નવી પેઢી સરદાર સાહેબને વધુ જાણે તે હેતુથી ઉપરોક્ત તમામ વાતોને સુંદર અને રસપ્રદ રીતે સાંકળી ‘મેન ઓફ સ્ટીલ: સરદાર’ શિર્ષક હેઠળ પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ ખુબ જ ટુંક સમયમાં રિલીઝ થવાનું છે. રંગભૂમિ, ટેલીવિઝન અને ફિલ્મોનાં જાણીતા લેખક -દિગ્દર્શક મિહિર ભૂતાએ આ ફિલ્મના લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter