‘મોસ્ટ એડમાયર્ડ વુમન’

Sunday 26th December 2021 11:36 EST
 
 

પ્રિયંકા ચોપરા જોનાસે પોતાની સફળતામાં એક ઔર છોગું ઉમેર્યું છે. ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ‘મોસ્ટ એડમાયર્ડ વુમન ૨૦૨૧’ની યાદી જાહેર થઇ છે. જેમાં ટોચની ઘણી હસ્તીઓના નામ સામેલ છે, પણ પ્રિયંકાએ ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે. ટોપ-૧૦માં સ્થાન મેળવનારી તે એક માત્ર ભારતીય અભિનેત્રી છે. ગયા વરસે આ જ યાદીમાં તે ૧૫મા ક્રમે હતી, જે આ વરસે દસમા સ્થાને પહોંચી છે. આ લિસ્ટ તૈયાર કરવા માટે ૩૮ દેશોના કુલ ૪૨,૦૦૦ લોકોએ વોટિંગ કર્યું હતું. પ્રિયંકા ઉપરાંત ટોપ-૨૦માં સ્થાન મેળવનારી ભારતીય અભિનેત્રીમાં ઐશ્વર્યા રાયનો પણ સમાવેશ થાય છે. તે આ લિસ્ટમાં ૧૩મા સ્થાને છે. આમ ટોપ-૨૦માં બોલિવૂડની માત્ર બે અભિનેત્રીના નામ જોવા મળે છે. આ યાદીમાં નંબર-વન પર મિશેલ બરાક ઓબામા છે જ્યારે બીજા નંબરે એન્જલિના જોલી અને ત્રીજા નંબરે બ્રિટનનાં મહારાણી ક્વીન એલીઝાબેથ-દ્વિતીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter