તાપસી પન્નુની નવી ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. ‘વો લડકી હૈ કહાં’ ફિલ્મમાં તે પ્રતીક ગાંધી સાથે જોડી જમાવશે. તાપસી અને પ્રતીકની આ ફિલ્મને અરશદ સૈયદ ડાયરેકટ કરવાના છે, જ્યારે ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂરનું છે. એક અહેવાલ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આ વરસના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે અને આવતા વરસની શરૂઆતમાં ફિલ્મને રીલિઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રતીક ગાંધી હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘સ્કેમ ૧૯૯૨’માં શેરબજારના બ્રોકર હર્ષદ મહેતાના પાત્રનો રોલ ભજવીને લોકપ્રિય થઇ ગયો છે. પ્રતીક ગાંધીએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડીગ્રી મેળવી છે. તે સુરતનો રહેવાસી છે. એન્જિનિયરિંગની નોકરી છોડીને ભાગ્ય અજમાવવા માટે મનોરંજનની દુનિયામાં આવ્યો છે. બોલીવૂડમાં તેણે ‘લવયાત્રી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે તો ગુજરાતી નાટકોમાં તે અનેકવિધ રોલ ભજવી ચૂક્યો છે.