દિગ્દર્શક નીતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા હાલ મનોરંજન જગતમાં થઇ રહી છે. નિર્માતા મધુ મન્ટેના આ ફિલ્મનું મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ પર લાંબા સમયથી ચર્ચા છે. સૂત્રો અનુસાર, આ ફિલ્મમાં રાવણના પાત્રમાં ઋતિક રોશન જોવા મળશે, જ્યારે રામના પાત્રમાં સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ જોવા મળશે.
પહેલા આ ફિલ્મમાં સીતાના રોલ માટે દીપિકા પદુકોણનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે રિપોર્ટના અનુસાર, ફિલ્મ મેકર્સ કરીના કપૂરના નામ પર પણ વિચારણા કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા આ બન્ને અભિનેત્રીઓમાંથી કોઇ એકને સીતાના પાત્ર માટે સાઇન કરશે.
રિપોર્ટને માનીએ તો, ફિલ્મ રામાયણની સ્ટારકાસ્ટની સત્તાવાર ઘોષણા કોરોના કાળ પૂરો થતાં જ કરવામાં આવશે. આ પહેલા આ ફિલ્મનું શૂટિંગ શક્ય નથી.