‘સ્ત્રી 2’ અને કાર્તિક આર્યનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Sunday 16th November 2025 04:22 EST
 
 

નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2025ની જાહેરાત કરાઇ હતી. વિજેતાઓની યાદીમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, ક્રિતિ સેનન અને સોનાક્ષી સિંહાના નામ જોવા મળે છે.
2012માં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો વિચાર કરવામાં આવ્યો હતો અને 2016માં તેની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય સિનેમાના પિતામહ સમાન ગણાતા દાદાસાહેબ ફાળકેના વારસાને સન્માનિત કરવા માટે આ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી.
ભારતનો આ એક માત્ર સ્વતંત્ર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે. તેમાં દુનિયાભરનાં આગળ વધી રહેલાં, સ્વતંત્ર અને પ્રોફેશનલ ફિલ્મ મેકર્સને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપી રહેલાં સર્જકો, જે ફિલ્મમેકિંગ અને દુનિયાભરના દર્શકોનો એક અવાજ છે તેમને મંચ પુરો પાડવામાં આવે છે અને તેમના કામની નોંધ લઇ દાદાસાહેબ ફાળકેના જીવનભરનાં સિનેમાનાં પ્રદાનને સન્માન આપવામાં આવે છે.

વિવિધ કેટેગરીમાં વિજેતાની યાદી

બેસ્ટ ફિલ્મ: ‘સ્ત્રી 2’
બેસ્ટ એક્ટર: કાર્તિક આર્યન
બેસ્ટ એક્ટ્રેસ: ક્રિતિ સેનન
બેસ્ટ ડિરેક્ટર: કબીર ખાન
પ્રોડ્યુસર ઓફ ધ યર: દિનેશ વિજાન
ક્રિટીક્સ બેસ્ટ ફિલ્મ: ‘લાપતા લેડીઝ’
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: વિક્રાંત મેસ્સી
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: નિતાંશી ગોએલ
મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઓફ ધ યર: અલ્લુ અર્જૂન
મોસ્ટ વર્સેટાઇલ એક્ટ્રેસ ઓફ ધ યર: સાઇ પલ્લવી
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ: ‘એમિલિઆ પેરેઝ’
બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટર: કોલમેન ડોમિંગો
બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ: કાર્લા સોફિયા ગાસ્કન
ફિલ્મ ઓફ ધ યર: ‘કલકી 2898 એડી’
બેસ્ટ વેબ સિરીઝ: ‘હીરામંડી’
બેસ્ટ એક્ટર (વેબ સિરીઝ): જિતેન્દ્ર કુમાર
બેસ્ટ એક્ટ્રેસ (વેબ સિરીઝ): હુમા કુરેશી
બેસ્ટ ડિરેક્ટર (વેબ સિરીઝ): સંજય લીલા ભણસાલી
ક્રિટિક્સ બેસ્ટ વેબ સિરીઝ: ‘પંચાયત’ સિઝન 3
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર વેબ સિરીઝ: વરુણ ધવન
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ વેબ સિરીઝ: સોનાક્ષી સિંહા
આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન (ફિલ્મ ઇન્ડસ્ટ્રી): ઝીન્નત અમાન
આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન (મ્યુઝિક ઇન્ડસ્ટ્રી): ઉષા ઉથ્થુપ
આર્ટીસ્ટ ઓફ ધ યર: એ.આર. રહેમાન
પર્ફોર્મર ઓફ ધ યર (મ્યુઝિક): સ્ટેબિન બેન
ટીવી સિરીઝ ઓફ ધ યર: ‘ય રિશ્તા ક્યા કહેલાતા હૈ’
બેસ્ટ એક્ટર ટીવી: અર્જિત તનેજા
બેસ્ટ એક્ટ્રેસ ટીવી: દીપિકા સિંઘ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter