હોલિવૂડનું સ્ટાર કપલ ‘સ્પાઈડરમેન’ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા શુક્રવારે મુંબઈ પહોંચતાં ચાહકો ભારે રોમાંચિત થઈ ગયા છે. તેમનો એરપોર્ટ લૂક વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર તેમને વધાવતા મેસેજીસનો મારો ચલાવ્યો હતો. એક ચાહકે લખ્યું હતું કે ટોમ અને ઝેન્ડયા ભારતમાં છે, હવે મારે દુનિયામાં બીજું કશું જોવાનું બાકી રહ્યું નથી. બીજા ચાહકે લખ્યું હતું કે ટોમ અને ઝેન્ડયા મુંબઈની ધરતી પર ચાલી રહ્યા છે એ વાત એવું માનવાનું મન નથી થતું. હું કદાચ સપનું જોઉં છું. બંને મુંબઈમાં યોજાનારા એક કલ્ચરલ ઈવેન્ટમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા.