‘૮૩’ના પ્રમોશન માટે દુબઈમાં દીપિકા-રણવીર

Thursday 23rd December 2021 11:39 EST
 
 

સ્પોર્ટસ ડ્રામા ‘૮૩’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રમોશન વેગવંતુ બની રહ્યું છે. તાજેતરમાં રણવીર અને દીપિકા, ડિરેક્ટર કબીર ખાન સહિતની સહિતની ટીમ પ્રમોશન માટે દુબઈ પહોંચી હતી. જોકે આકર્ષણનું કેન્દ્ર તો ક્રિકેટર કપિલ દેવ જ હતા. પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન દીપિકા અને રણવીરે રોકિંગ આઉટફિટ્સ સિલેક્ટ કર્યા હતા. રણવીરે રેડ પેન્ટ્સ સાથે ટાઈગર પ્રિન્ટ સ્વેટર જ્યારે દીપિકાએ પિન્ક ડ્રેસ પસંદ કર્યો હતો. ૨૪મી ડિસેમ્બરે ‘૮૩’ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. રિલિઝ પૂર્વે ફિલ્મની ટીમ રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી. જેમાં રણવીરે શર્ટલેસ રહીને યલો સૂટ પહેર્યો હતો. ફિલ્મ પ્રમોશન દરમિયાન કપિલ દેવે પોતાનો રોલ કરી રહેલા રણવીરના ભરપૂર વખાણ કર્યા હતા. વર્લ્ડ કપ વિનર બનેલી ટીમના કેપ્ટનનો રોલ કરી રહેલા રણવીરે આ ફિલ્મ માટે ક્રિકેટની જાણકારી મેળવવા ઉપરાંત કપિલ દેવની સ્ટાઈલને પણ જાણી-સમજીને આત્મસાત કરી છે. ડ્રેસિંગથી માંડીને રણવીરનો એપિરિયન્સ ચાર દાયકા પહેલાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter