આંખ મારતી છોકરીને બદલે મારે અભિનેત્રી તરીકે ઓળખાવું છેઃ પ્રિયા પ્રકાશ વરિયર

Thursday 22nd February 2018 01:08 EST
 
 

થિરુવનંતપુરમઃ મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાવતાં સ્કૂલ બોય અને સ્કૂલ ગર્લ ફેમસ બની ગયાં છે. ટ્રેલરમાં હિરોઈન પ્રિયા પ્રકાશ વરિયર હીરો સામે નેણ નચાવ્યા પછી અંતે આંખ મારે છે. આ સીનથી રાતોરાત લોકપ્રિય બની ગયેલી પ્રિયા પ્રકાશે મીડિયા મુલાકાતમાં જણાવ્યુ હતું કે તે આંખ મારતી છોકરીને બદલે એક અભિનેત્રી તરીકે ઓળખાવાનું પસંદ કરશે. યુ ટ્યૂબ પર આ વીડિયો લાખોની સંખ્યામાં જોવાયો છે તો બીજી તરફ  મુસ્લિમોની લાગણી આ ગીતથી દુભાયાની ફરિયાદ પ્રિયા અને ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ થઈ હતી. આ એફઆઈઆર મુદ્દે પ્રિયાએ ફોજદારી કાર્યવાહી પર રોકની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter