જાપાનમાં પણ પોપ્યુલર ‘થ્રી ઈડિયટ્સ’

Sunday 15th March 2020 07:03 EDT
 
 

ફિલ્મમેકર રાજકુમાર હિરાણીની વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ ભારતમાં તો બ્લોકબસ્ટર રહી હતી, પણ વિદેશમાં પણ આ ફિલ્મ ખૂબ પ્રશંસા પામી છે. જાપાનના ઓસાકા શહેરમાં તાજેતરમાં એક થિયેટર બંધ થયું છે. મહત્ત્વનું એ છે કે આ થિએટરના છેલ્લા શોમાં ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મ દર્શાવાઈ હતી અને તેનો છેલ્લો શો હાઉસફુલ રહ્યો હતો.
થિયેટરે તેના લાસ્ટ શો માટે ટ્વિટ કર્યું હતું કે, ફ્યુઝ લાઈન સિનેમાનો છેલ્લો શો હાઉસફુલ ... આભાર.’
‘થ્રી ઈડિયટ્સ’ને રિલીઝ સાથે સાથે ભારત સહિત દેશ વિદેશમાં વધાવી લેવાઈ હતી. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં આમિર ખાન, આર માધવન, શર્મન જોશી, કરીના કપૂર, ઓમી વૈદ્ય અને બોમન ઈરાની મુખ્ય હતા. આ ફિલ્મ ચેતન ભગતની બુક ‘ફાઈવ પોઇન્ટ સમવન’ પર આધારિત હતી. વર્ષ ૨૦૧૩માં આ ફિલ્મ જાપાનમાં ડબ કરીને રિલીઝ કરાઈ હતી. આ સિવાય ફિલ્મ તાઇવાન, હોંગકોંગ, સાઉથ કોરિયા અને ચીનમાં પણ રિલીઝ થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter