ડ્રામા ફિલ્મ

Thursday 09th April 2015 07:49 EDT
 
 

ધરમપાલ (પરેશ રાવલ) પોતાનું જીવન મોજ-મસ્તીથી જીવે છે. પરંતુ એક દિવસ અચાનક જ ધરમપાલને ખબર પડે છે કે તે જેની પાસે રહે છે તેના માતા-પિતા નથી, તેને તો વર્ષો પહેલા દત્તક લોવામાં આવ્યો હતો. ધીરે ધીરે ધરમપાલને એ પણ ખબર પડે છે કે મૂળ તો તે એક મુસ્લિમ છે. સુંદર રીતે હિન્દુ ધર્મ જીવી રહેલા એક વ્યક્તિને અચાનક એ પણ ખબર પડે છે કે હવે તેણે કોઈ પણ રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને તેની પરંપરા સ્વીકારવાની છે. ધરમ માટે આ ધર્મસંકટની ક્ષણ છે, પણ તે પોતાના સાચા પિતાની શોધ માટે આ કામ કરવા તૈયાર થાય છે અને અહીંથી ધરમ માટે જીવનનો કપરો માર્ગ આગળ વધે છે. ધરમને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવાનું કામ બાબા નિર્મલ (નસીરુદ્દીન શાહ) કરે છે, તો ધરમને મુસ્લિમ ધર્મની રીતરસમ શીખવવાનું કામ નવાબ મેહમૂદ શાહ (અનુ કપૂર) કરે છે. વચ્ચે અન્ય ધર્મના વડાઓ પણ આવે છે અને ધરમ સંપૂર્ણ રીતે સંકટમાં મુકાઈ જાય છે. હવે આગળી સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

----------------------

નિર્માતાઃ સજ્જાદ ચૂનાવાલા, શરિક પટેલ

દિગ્દર્શકઃ ફુવાદ ખાન

સંગીતકારઃ મીત બ્રધર્સ અંજાન, સચિન ગુપ્તા, જતિંદર શાહ, ડી. જે. કિરણ,

ગાયકઃ મીત બ્રધર્સ અંજાન, જિપ્પી ગ્રેવાલ, ખૂશ્બુ ગ્રેવાલ, પ્રદીપ, સચીન ગુપ્તા, રવિ ચૌધરી, અમન ત્રિખા

ગાયકઃ કુમાર  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter