યશરાજ ફિલ્મ્સે કલાકારોનું રૂ. ૧૦૦ કરોડનું કરી નાખ્યું!

Thursday 28th November 2019 05:20 EST
 
 
ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ટોચના પ્રોડક્શન હાઉસ ‘યશરાજ ફિલ્મ્સ’ સામે તાજેતરમાં રૂ. ૧૦૦ કરોડ પડાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરીની તપાસ ટીમ દ્વારા આ કેસ અંગે તપાસ ચાલી છે. ફિલ્મ કલાકારો, ગીતકાર, સંગીતકાર અને ગાયક સાથે છેતરપિંડીનો કેસ ભારતીય પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી (આઈપીઆરએસ) દ્વારા નોંધાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, યશરાજ ફિલ્મ્સે કલાકારો પાસેથી બળજબરી બનાવટી કોન્ટ્રાક્ટ સાઈન કરાવીને તેમની રોયલ્ટી અંગે છેતરપિંડી કરી છે. પ્રોડક્શન હાઉસ મ્યુઝિક કમ્પોઝરની કે તેના નામે બળજબરી રોયલ્ટી લઈ શકતો નથી. કારણ કે કલાકારો આઈપીઆરએસના સભ્યો છે. આ કેસ અંગે મુંબઈ પોલીસની સ્પેશ્યલ ટીમ દ્વારા વધુ તપાસ આદરવામાં આવી છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter