રણબીર કપૂર–આલિયા ભટ્ટ હમ જુદા હો ગયે?!

Sunday 29th March 2020 10:14 EDT
 
 

બોલિવૂડના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાનના રણબીર કપૂર અને ફિલ્મ મેકર ફેમિલીની દીકરી આલિયા ભટ્ટની પ્રેમકથાનો ધી એન્ડ આવી ગયાના સમાચાર છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર તેમની પ્રેમકહાની શરૂ થયાનું કહેવાય છે. કપૂર અને ભટ્ટ પરિવાર આ સંબંધથી ખુશખુશાલ હતો. રણબીર - આલિયા બંનેના પરિવાર વારે તહેવારે એકબીજાને ત્યાં જતા-આવતા હતા, પરંતુ બોલિવૂડમાં ગણગણાટ છે કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે.
તાજેતરમાં આલિયાના જન્મદિવસે રણબીરની ગેરહાજરીની લોકોએ નોંધ લીધી અને તેમના બ્રેકઅપની અટકળો શરૂ થઇ. આલિયાએ પોતાની બર્થ ડે તેની ગર્લ ગેંગ અને બહેન શાહિન સાથે મનાવી હતી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી.
આલિયાની માતા સોની અને રણબીરની માતા નીતુ કપૂરે પણ આલિયાને જન્મદિવસની શુભેચ્છા સોશિયલ મીડિયા પર આપી હતી, પરંતુ રણબીરની વિશ સોશિયલ મીડિયા પર જોવા ન મળવાથી તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ થઇ ગઇ છે. જોકે આલિયા અને રણબીરના નજીકના સૂત્રોના અનુસાર આ બધી વાતો બકવાસ છે. બંનેના ચાહકો તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ વાતથી તેઓ પણ નિરાશ થઇ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter