સોનમ કપૂરને લંડનમાં ઉબરના ડ્રાઈવરનો કડવો અનુભવ...

Monday 20th January 2020 06:14 EST
 
 

અભિનેત્રી સોનમ કપૂર આહુજાને લંડનમાં ઉબર કેબનો ખરાબ અનુભવ થતાં તેણે સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે. કેબ ડ્રાઇવરે ખૂબ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું સોનમે ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટર પર જણાવ્યું કે, મને લંડનમાં ઉબરનો ખૂબ જ ભયાનક અનુભવ થયો છે. મહેરબાની કરીને સાવધ રહેજો. સૌથી સારી અને સલામત યાત્રા માટે હંમેશાં લોકલ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અથવા પ્રાઈવેટ કેબ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઘટના વિશે વિસ્તારપૂર્વક જણાવતાં સોનમે ટ્વિટ કર્યું હતું કે, ડ્રાઇવરની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી. તે મારા પર ગુસ્સે થયો અને મારા પર ચીસો પાડી રહ્યો હતો. હું ખૂબ જ ધ્રૂજવા લાગી હતી.
સોનમને થયેલા કડવા અનુભવ બાદ ઉબરે માફી માગતાં ટ્વિટ કર્યું હતું કે, આપને થયેલા કડવા અનુભવ માટે સોરી સોનમ. શું તું અમને તમારા ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ-નંબર સાથે ડિરેક્ટ મેસેજ કરી શકો છો? જેથી આ સંદર્ભે વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter