સોનાક્ષીનો બંટી સચદેવ સાથેનો ફોટો વાયરલ થયો

Tuesday 19th July 2016 07:12 EDT
 
 

મુંબઈઃ બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિંહા થોડા દિવસો પહેલાં કહેવાતા બોયફ્રેન્ડ બંટી સચદેવ સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. તેની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ છે. આ ફોટોમાં સોનાક્ષી અને બંટી સિવાય એક્ટર, પ્રોડ્યુસર સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ ખાન પણ દેખાય છે. બંટી, સોહેલ ખાનની પત્ની સીમા સચદેવનો ભાઈ છે. બંટીએ આશરે પાંચેક વર્ષથી સોનાક્ષીની એન્ડોર્સમેન્ટ ડિલ મેનેજ કરવાનું શરૂ કર્યું ત્યારથી સોનાક્ષી અને તેની વચ્ચે ગાઢ મૈત્રી પછી પ્રેમસંબંધો બંધાયા હોવાનું મીડિયામાં જાહેર થયું હતું. જોકે, બંટી અને સોનાક્ષીમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી.

બંટી હાલમાં સોનાક્ષીની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન બંને વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. કહેવાય છે કે, બંટી સચદેવનું આ પહેલાં સુસ્મિતા સેન સાથે પણ અફેર ચાલતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter