યુકેના ગુજરાતી દર્શકોને ઓરિજિનલ વેબસિરીઝ ‘ષડયંત્ર’ સાથે આકર્ષવા તૈયાર છે શેમારૂમી

Wednesday 16th June 2021 07:06 EDT
 
 

શેમારૂ એન્ટરટેઈન્મેન્ટનું ઓવર-ધ-ટોપ (ઓટીટી) વીડિયો સ્ટ્રીમિંગ એપ શેમારૂમીએ તેની આવનારી ઓરિજિનલ વેબસિરીઝ ‘ષડયંત્ર’ના પોસ્ટર અને રિલીઝ ડેટની સાથે સ્ટાર કાસ્ટનો પરિચય અને શોના પ્લોટની ઘોષણા કરી છે. શેમારૂમી દર અઠવાડિયે નવા કન્ટેન્ટ આપવાનું વચન આપતી પહેલી વીડિયો સ્ટ્રીમિંગ એપ છે. આ પ્લેટફોર્મ પહેલેથી જ ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનનો એક આંતરિક ભાગ રહ્યું છે અને લાંબા સમયથી ગુજરાતી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. દરેક ગુજરાતીને ફરી એક વાર ગુજરાતી મનોરંજન તરફ આકર્ષવાની દિશામાં શેમારૂમીએ પહેલ છે. ઓરિજિનલ વેબસિરિઝ, બ્લોકબસ્ટર મૂવીઝ અને નાટકો, ૫૦૦થી પણ વધારે ગુજરાતી ટાઇટલ સાથે દર અઠવાડિયે એક નવા ફ્રેશ કન્ટેન્ટના વચન સાથે, તે ગુજરાતી પ્રેક્ષકોને પોતાની સાથે જોડશે અને તેમને સ્ક્રીન સામે જકડી રાખશે.
શેમારૂમી ગુજરાતીએ બે મહિનાથી પણ ઓછા સમયગાળામાં નવથી વધારે ગુજરાતી ટાઇટલ રજુ કરી દર્શકોને મનોરંજન આપ્યું છે. ઓરિજિનલ વેબસિરીઝ 'વાત વાતમાં' અને સર્વપ્રથમ ડિજિટલ ગુજરાતી ફિલ્મ 'સ્વાગતમ્' જે થિયેટર્સ પહેલા ડીજીટલી રિલીઝ થઇ હતી. જોક સમ્રાટ - નાટક અને હાલમાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ ‘અનનોન ટુ નોન’ અને બીજા ઘણા બધા કન્ટેન્ટની સફળતા બાદ હવે શેમારૂમી પોતાની નવી પોલિટિકલ થ્રિલર વેબસિરીઝ ‘ષડયંત્ર’ ૨૪ જૂનના રોજ રિલીઝ કરવા તૈયાર છે.
આ મલ્ટીસ્ટારર પોલિટિકલ વેબસિરીઝમાં રોહિણી હટંગડી, વંદના પાઠક, અપરા મહેતા, વિશાલ ગાંધી, શ્રેનુ પરીખ, દીપક ઘીવાલા અને બીજા ઘણા ખુબ જ જાણીતા અને દિગ્ગજ કલાકારો પણ છે. આ એક સામાન્ય પોલિટિકલ ડ્રામા નથી પરંતુ ઘણા અલગ અલગ પાત્રો દ્વારા આ શોમાં બહુ બધા અગત્યના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે. શેમારૂમી એક એવું પ્લેટફોર્મ છે જે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં મનોરંજક કન્ટેન્ટ આપે છે અને ‘ષડયંત્ર’ વેબસિરીઝ સાથે શેમારૂમી યુકેમાં રહેતા ગુજરાતીઓને આકર્ષવા ચોક્કસ સફળ થશે. શેમારૂમી દર્શકો માટે સબસ્ક્રિપ્શન સાથે IOS, Andriod અને બીજા ઘણા સ્માર્ટ ડિવાઇસ અને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે શેમારૂ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ એક અગ્રણી વૈશ્વિક કન્ટેન્ટ પાવર હાઉસ છે, જેણે કન્ટેન્ટ માલિકીના ક્ષેત્રમાં એકત્રીકરણ અને વિતરણમાં છેલ્લા ૫૭ વર્ષથી અગ્રણી ભૂમિકા ભજવી છે. શેમારૂમી હવે ડિજિટલ ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ ખેલાડી તરીકે વિકસિત થયું છે. શેમારૂમી દરેક શૈલીમાં અને ગુજરાતી, મરાઠી, પંજાબી જેવી વિવિધ ભાષામાં, અલગ અલગ વય જૂથોમાં કન્ટેન્ટ પહોંચાડે છે અને ચલચિત્રો, કોમેડી, ભક્તિ અને બાળકો જેવી વૈવિધ્યપૂર્ણ શ્રેણીઓમાં દરેક જૂથોનું મનોરંજન આપે છે. શેમારૂમી બોલિવૂડ પ્રીમિયર તરીકે એક અનોખી ઓફર આપે છે જે પ્લેટફોર્મ દર શુક્રવારે વખાણાયેલી બોલિવૂડ મૂવીનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર પ્રદર્શિત કરે છે. શેમારૂમીને ભારતમાં બહોળો આવકાર મળ્યો છે, અને તાજેતરમાં જ તેને અમેરિકાની સાથે સાથે જ દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ એશિયામાં પણ તેને લોન્ચ કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter