7 વર્ષ અને 7 ઇનિંગ બાદ... ઈંગ્લેન્ડે લોર્ડસમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

Thursday 09th June 2022 06:42 EDT
 
 

લંડન: ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. આ સાથે જ ટીમે બે મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમને ન્યુઝીલેન્ડ વિરુદ્વ સાત વર્ષ અને સાત ઇનિંગ્સ બાદ જીત મળી છે. આ અગાઉ ઇંગ્લેન્ડને 21 મે 2015ના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડને 124 રનથી હરાવ્યું હતું. આ પછી ટીમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને 3 મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ ઓવરઓલ 49મી જીત છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડે પાંચ વિકેટે 216 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને 277 રનના લક્ષ્યાંકને 78.5 ઓવરમાં હાંસલ કર્યો. જો રુટે (115 અણનમ)એ અણનમ સદી ફટકારી હતી. આ તેની કરિયરની 26મી સદી છે. ડેબ્યૂ મેચ રમતા મેથ્યૂ પોટ્સે મેચમાં સૌથી વધુ સાત વિકેટ ઝડપી હતી.
જો રુટના 10 હજાર રન
રુટે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કર્યા. તે આમ કરનાર વિશ્વનો 14મો ખેલાડી અને ઇંગ્લેન્ડનો બીજો ખેલાડી છે. આ અગાઉ તેડુંલકર, પોન્ટિંગ, જેક્સ કાલિસ, રાહુલ દ્રવિડ, કુક, સંગાકારા, બ્રાયન લારા, ચંદ્રપોલ, જયવર્ધને, એલન બોર્ડર, સ્ટિવ વો, ગાવસ્કર અને યુનુસ ખાને આ સિદ્વિ મેળવી છે. રૂટે 113 ઇનિંગ્સમાં 49.57ની એવરેજથી 10,015 રન કર્યા છે. જેમાં 26 સદી અને 53 અડધી સદી સામેલ છે. કૂક અને રુટ 10,000 રન કરનાર સૌથી યુવા ખેલાડી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter