LCUKનો વાર્ષિક રમતોત્સવઃ રમત અને સામુદાયિક ભાવનાનો સંગમ

Wednesday 17th September 2025 05:39 EDT
 
 

લંડનઃ લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની નેતાગીરીમાં LCUK કમિટી દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરના દિવસોએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં રમતની ઊજવણી, ટીમવર્ક અને સામુદાયિક ઉત્સાહની ભાવના સાથે તમામ વયના સભ્યોને સાંકળી લેવાયા હતા. રવિવાર 21 સપ્ટેમ્બરે એલ્ડેનહામ કન્ટ્રી ક્લબ ખાતે ચિરાગ કોટેચા અને પ્રદીપ ચંદારાણાના સંચાલનમાં ગોલ્ફ ટુર્નામેન્ટ  યોજાશે અને તેની સાથે રમતોત્સવનું સમાપન કરાશે.

આ વર્ષના રમતોત્સવનું અધ્યક્ષસ્થાન પ્રેસિડેન્ટ ભરતભાઈ સોઢાએ સંભાળ્યું હતું અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો સુનીલભાઈ મજીઠિયા, પ્રકાશભાઈ મોદી, અશોકભાઈ રાછ, જયંતીભાઈ રાયથાથા અને નિશિત કોટકની સાથે ટ્રસ્ટીઓ પન્નાબહેન રાજા, રાજુલ તેજુરા, અર્ચનાબહેન સોઢા, ભાવેશભાઈ ચંદારાણા અને કીરીટભાઈ કારીઆનો સાથસહકાર પ્રાપ્ત થયો હતો. માલસામાન અને સ્ટાફનું વ્યવસ્થાતંત્ર અમીશ્રી રાયવડેરાએ સંભાળ્યું હતું.

શનિવાર 6 સપ્ટેમ્બરે રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટના હોલ ખાતે પૂલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 35 વ્યક્તિએ ભાગ લીધો હતો. કોમ્યુનિટીના વોલન્ટીઅર્સના સાથસહકારથી દીલિપભાઈ કોટેચા અને નાનુભાઈ સૂચકે વ્યવસ્થા સંભાળી હતી.

રવિવાર 7 સપ્ટેમ્બરે હર્ટફોર્ડશાયર સ્પોર્ટ્સ વિલેજ ખાતે 6 રમતો યોજાઈ  હતી.

• 5-એ-સાઈડ ફૂટબોલ -- જિનલ સચદેવની રાહબરી હેઠળ • ઈનડોર ક્રિકેટ ( ચિલ્ડ્રન્‘સ ફન ક્રિકેટ) – હિતેશ મોદીની રાહબરી હેઠળ • બેડમિન્ટન—અમર મોજારીઆ, તુષાર ઉનલકટ અને નવીન ભૂપતાણીની રાહબરી હેઠળ • ટેનિસ – અર્જુન કોટેચાની રાહબરી હેઠળ • ટેબલ ટેનિસ – નીલ મોરજારીઆ અને નીતિન કાકડની રાહબરી હેઠળ • સ્ક્વોશ – રવિ રાજદેવ મોદીની રાહબરી હેઠળ

પૂજા ગડા અને સંજીવ સચદેવ સંચાલિત TAG Zone દ્વારા સામાજિક મિલનમાં પરિવારો એકબીજાને મળી રીફ્રેશમેન્ટ માણી શક્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter