વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ એક આકસ્મિક લાઈકને કારણે વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર અનેક ચર્ચાઓ બાદ કોહલીએ લખ્યું કે, ઈન્સ્ટાગ્રામ ક્લિન કરતી વખતે ભૂલથી અલ્ગોરિધમની ગફલતને કારણે એક ફોટો ભૂલથી લાઈક થઈ ગયો હતો. કૃપા કરીને અટકળો પર ધ્યાન ન આપો. કોહલીથી તો ભૂલ થઇ ગઇ, પણ તેની આ એક ભૂલે અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં 18 લાખ ફોલોઅર્સનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. આ સાથે જ તેને 12 નવી બ્રાન્ડ્સની ડીલ મળી ગઈ હતી. આ ઓછું હોય એમ અવનીતે સ્પોન્સર્ડ પોસ્ટની કિંમત વધારીને રૂ. 2.6 લાખ કરી નાંખી છે. આ એક ઘટના દર્શાવે છે કે, ફેમસ વ્યક્તિની એક ‘એક્સિટેન્ડલ લાઈક’ પણ કેવી કમાણી કરાવી દે છે.