આઇપીએલ સટ્ટાકાંડઃ ક્યારે શું થયું?

Wednesday 15th July 2015 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ આઇપીએલમાં સટ્ટાબાજી પ્રકરણ બહાર આવ્યું ત્યારથી માંડીને ગુરુનાથ મયપ્પન તથા રાજ કુંદ્રા પર આજીવન પ્રતિબંધ અને ચેન્નઇ સુપરકિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષના પ્રતિબંધ સુધીની અતથી ઇતિ.

• ૧૬ મે, ૨૦૧૩ઃ રાજસ્થાન રોયલ્સના એસ. શ્રીસંત, અજીત ચંડેલા, અંકિત ચવ્હાણ અને કેટલાક કહેવાતા સટોડિયાની સ્પોટ ફિક્સિંગના આરોપસર દિલ્હી પોલીસે ધરપકડ કરી.
• ૨ જૂન, ૨૦૧૩ઃ બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસને આઇપીએલમાં કથિત ફિક્સિંગના કેસમાં આંતરિક તપાસ પૂરી થાય સુધી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.
• ૨૮ જુલાઇ, ૨૦૧૩ઃ બીસીસીઆઇના બે સભ્યોની તપાસ સમિતિએ શ્રીનિવાસનના જમાઇ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ફિક્સિંગના આરોપમાંથી ક્લીન ચીટ આપી.
• ૩૦ જુલાઇ, ૨૦૧૩ઃ બોમ્બે હાઇ કોર્ટે બીસીસીઆઇ દ્વારા બનાવાયેલી બે સભ્યોની તપાસ સમિતિને ‘ગેરબંધારણીય અને ગેરકાનૂની’ ઠરાવી.
• ૫ ઓગસ્ટ, ૨૦૧૩ઃ બીસીસીઆઈએ બોમ્બે હાઇ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
• ૭ ઓગસ્ટ, ૨૦૧૩ઃ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ તપાસ સમિતિનો રિપોર્ટ ફગાવ્યો.
• ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૩ઃ લલિત મોદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બીસીસીઆઇની વિશેષ બેઠક રદ કરવાની માગ કરી. કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો. બીસીસીઆઇએ બેઠક યોજી અને મોદીને હાંકી કાઢવાનો પ્રસ્તાવ પસાર કર્યો. મોદી પર કોઇ પણ હોદ્દો સંભાળવા સામે આજીવન પ્રતિબંધ લગાવ્યો.
• ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ઃ બીસીસીઆઇની ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનને ચૂંટણી જીતે તો તેવા સંજોગોમાં અધ્યક્ષપદ સંભાળવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
• ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ઃ બીસીસીઆઇની વાર્ષિક બેઠકમાં શ્રીનિવાસન અધ્યક્ષપદે બિનહરીફ ચૂંટાયા.
• ૮ ઓક્ટોબર, ૨૦૧૩ઃ સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ મુકુલ મુદ્ગલના અધ્યક્ષપદે સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી અને શ્રીનિવાસનને બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળવાની મંજૂરી આપી. સાથે શરત પણ મૂકી કે શ્રીનિવાસન કે બીસીસીઆઇ તપાસમાં હસ્તક્ષેપ નહીં કરે.
• ૧૮ ડિસેમ્બર, ૨૦૧૩ઃ સુપ્રીમ કોર્ટ તરફથી નિમાયેલા એક નિરીક્ષકની દેખરેખ તળે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષપદની ચૂંટણી લડવા માટે લલિત મોદીને મંજૂરી મળી.
• ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૪ઃ ત્રણ સભ્યોની તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો.
• ૨૮ માર્ચ, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે શિવલાલ યાદવને આઇપીએલ સિવાયની મેચો માટે અને સુનિલ ગાવસ્કરને આઇપીએલ માટે બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ નીમ્યા.
• ૨૨ એપ્રિલ, ૨૦૪ઃ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અને શ્રીનિવાસનના વકીલોને તપાસ સમિતિ અને ધોની-શ્રીનિવાસન-સુંદર રમણ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો રેકોર્ડિંગ સાંભળવાની મંજૂરી આપી.
• ૬ મે, ૨૦૧૪ઃ લલિત મોદીને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા.
• ૧૬ મે, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે શિવલાલ યાદવ અને સુનિલ ગાવસ્કરને બીસીસીઆઇમાં વચગાળાના અધ્યક્ષપદે ચાલુ રહેવા જણાવ્યું.
• ૨૨ મે, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે આઇપીએલ મેચો સિવાયના કામકાજ માટે પણ શ્રીનિવાસનને અધ્યક્ષપદ સંભાળવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો.
• ૨૬ જૂન, ૨૦૧૪ઃ મેલબોર્નમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની વાર્ષિક બેઠકમાં શ્રીનિવાસનને અધ્યક્ષ જાહેર કરાયા.
• ૧૮ જુલાઇ, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે આઇપીએલ સાથે જોડાયેલી જવાબદારીમાંથી સુનિલ ગાવસ્કરને મુક્ત કર્યા.
• ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે મુદ્ગલ સમિતિને તપાસમાં ઝડપ લાવવા અને તપાસનો રિપોર્ટ બે માસમાં રજૂ કરવા જણાવ્યું.
• ૧૪ નવેમ્બર, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે મુદ્ગલ રિપોર્ટના આધારે શ્રીનિવાસન, મયપ્પન, રમણ અને રાજ કુંદ્રાના નામ જાહેર કર્યા અને તેમનો જવાબ માંગ્યો.
• ૧૦ ડિસેમ્બર, ૨૦૧૪ઃ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભા રદ કરી.
• ૨૨ જાન્યુઆરી, ૨૦૧૫ઃ સટ્ટાબાજીના કેસમાં કસૂરવાર જણાયેલા કુંદ્રા અને મયપ્પનની સજા નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત્ત જસ્ટિસ લોધાના અધ્યક્ષપદે ત્રણ સભ્યોની સમિતિ રચી.
• ૧૪ જુલાઇ, ૨૦૧૫ઃ જસ્ટિસ લોધા સમિતિએ ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો. આઇસીસી અધ્યક્ષ શ્રીનિવાસનના જમાઇ અને ચેન્નઇ સુપરકિંગ્સના માલિક ગુરુનાથ મયપ્પન પર ક્રિકેટ સાથે સંકળાયેલી કામગીરીમાં જોડાવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter