આઇપીએલ સિઝનના પ્રારંભે તમામ ટીમોનું સુકાન ભારતીયોના હાથમાં

Saturday 28th March 2026 05:38 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ટીમે છેલ્લા બે ટી-20 વર્લ્ડકપ જીતવાની સાથે વ્હાઈટબોલ ક્રિકેટમાં આગવું પ્રભુત્વ સાબિત કર્યું છે અને તેનો સીધો પ્રભાવ આઈપીએલમાં પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓમાં વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવવાનું આકર્ષણ ઘટ્યું છે. જ્યારે ભારતીય ખેલાડીઓને સુકાન સોંપવાનો સિલસિલો શરૂ થયો છે.

રસપ્રદ બાબત એ છે કે, તારીખ 28મી માર્ચથી આઇપીએલની 19મી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેમાં સિઝનની શરૂઆતમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીનું સુકાન ભારતીય ખેલાડીઓના હાથમાં રહેશે. આઈપીએલની 10માંથી 9 ફ્રેન્ચાઈઝીના નિયમિત કેપ્ટન તરીકે તો ભારતીય ખેલાડીઓના નામની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે એકમાત્ર સનરાઈઝર્સ હૈદરાબાદે તેની કેપ્ટન્સી ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સને સોંપી છે. જોકે કમિન્સ હાલ ઈજાગ્રસ્ત છે અને તે આઇપીએલના પ્રારંભિક મુકાબલામાં રમી શકે તેમ નથી. આ કારણે હૈદરાબાદ ઈશાન કિશનને સુકાન સોંપવાનો નિર્ણય લીધો છે. આ સાથે આઈપીએલના પ્રારંભે તમામ ફ્રેન્ચાઈઝીનું સુકાન તમામ ભારતીયો સંભાળી રહ્યા હોવાની અનોખી ઘટના જોવા મળશે.
વર્ષ 2022 થી 2024 સુધી આઇપીએલની 10માંથી 8 ફેન્ચાઈઝીના કેપ્ટન તરીકે ભારતીય હતા. જ્યારે માત્ર બે જ વિદેશીને સુકાન સોંપવામાં આવ્યું હતુ. જ્યારે ગત સિઝનમાં એકમાત્ર હૈદરાબાદનો કેપ્ટન કમિન્સ જ વિદેશી હતો. આ વખતે પણ હૈદરાબાદનો નિયમિત કેપ્ટન કમિન્સ જ છે. આઇપીએલની નવી સિઝનની શરૂઆતના તમામ ભારતીય કેપ્ટન્સ પર એક નજર...
રજત પાટીદાર (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) • શ્રેયસ ઐયર (પંજાબ કિંગ્સ) • રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) • રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) • શુબ્મન ગિલ (ગુજરાત ટાઇટન્સ) • અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ) • ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઇ સુપરકિંગ્સ) • ઈશાન કિશન (સનરાઇઝર્સ હૈદરાબાદ • રિષભ પંત (લખનઉ સુપર જાયન્ટ્સ) • અજિંક્યા રહાણે (કોલકતા નાઇટ રાઇડર્સ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter