આઇપીએલ સિઝન-૧ના કેટલાક વિક્રમો આજે પણ અકબંધ

Wednesday 05th April 2017 08:24 EDT
 
 

રમત ફૂટબોલની હોય કે ક્રિકેટની... મેદાનમાં રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે અને પ્રતિસ્પર્ધાના આજના યુગમાં પ્રત્યેક દિવસે જૂના રેકોર્ડ તૂટતા રહે છે, નવા રેકોર્ડ બનતા રહે છે. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી૨૦ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન ૨૦૦૮માં નોંધાયેલા કેટલાક રેકોર્ડ્સ આજે પણ અકબંધ છે. તેમાંના કેટલાક રેકોર્ડ્સ સરભર થયા છે, પરંતુ તે હજુ સુધી તૂટી શક્યા નથી.

સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

આઇપીએલમાં કોઇ એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ રાજસ્થાનના સોહૈલ તનવીરના નામે છે. તેણે ૨૦૦૮ની ચોથી મેએ ચેન્નાઇ સામે જયપુરમાં ૧૪ રનમાં વિકેટ ઝડપી હતી. જોકે આઇપીએલની ગઇ સિઝનમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સના એડમ ઝામ્પાએ હૈદરાબાદ સામે ૧૯ રનમાં વિકેટ ખેરવી હતી. તનવીરનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. તેનો રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે કારણ કે બોલર પાસે માત્ર ચાર ઓવર હોય છે.

એક મેચમાં સર્વાધિક કેચ

મુંબઇ ઇન્ડિયન્સના આઇકોન કેલાડી સચિન તેંડુલકરે કોલકાતા સામેની મેચમાં ચાર કેચ ઝડપ્યા હતા જે આઇપીએલમાં વિકેટકીપર સિવાયના ખેલાડી દ્વારા એક મેચમાં ઝડપવામાં આવેલા સર્વાધિક કેચનો રેકોર્ડ છે. આ રેકોર્ડ પણ હજુ તૂટ્યો નથી. ડેવિડ વોર્નર તથા જેક્સ કાલિસ જેવા ખેલાડીઓ રેકોર્ડને સરભર કરી ચૂક્યા છે.

એક મેચમાં સર્વાધિક એક્સ્ટ્રા રન

આઇપીએલની એક મેચમાં સર્વાધિક એક્સ્ટ્રા રન આપવાનો રેકોર્ડ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદના નામે છે. ચાર્જર્સ ટીમે કોલકાતા સામેની લો-સ્કોરિંગ મેચમાં ૨૮ રન એક્સ્ટ્રા આપીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

સર્વાધિક હેટ્રિક

આઇપીએલની પ્રથમ સિઝનમાં ત્રણ હેટ્રિક નોંધાઇ હતી. બાલાજીએ (ચેન્નઇ) પંજાબ સામે, અમિત મિશ્રાએ (દિલ્હી) ચાર્જર્સ સામે તથા મખાયા એન્ટિનીએ (ચેન્નઇ) કોલકાતા સામે સિદ્ધિ મેળવી હતી. જોકે ૨૦૦૯માં રેકોર્ડની બરોબરી થઇ હતી. પંજાબના યુવરાજ બે તથા ડેક્કન ચાર્જર્સના રોહિત શર્માએ એક હેટ્રિક મેળવી છે. ૨૦૦૮ની સિઝનમાં ત્રણ હેટ્રિકનો રેકોર્ડ હજુ અકબંધ છે.

લોએસ્ટ રન

આઇપીએલની કોઇ એક મેચમાં સૌથી ઓછા રનનો રેકોર્ડ મુંબઇ તથા કોલકાતા વચ્ચેની મેચમાં નોંધાયો હતો. મેચમાં કુલ ૧૩૫ રન નોંધાયા હતા. કોલકાતાની ઇનિંગ્સ ૬૭ રનમાં સમેટાઇ ગઈ હતી. મુંબઇએ મેચ ૩૩ બોલમાં જીતી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter