આફ્રિકાના સીઈઓ હારુન લોર્ગાટનો કાર્યકાળ વધારાયો

Tuesday 04th August 2015 14:50 EDT
 

જોહાનિસબર્ગ: ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ પોતાના સીઈઓ હારુન લોગાર્ટનો કાર્યકાળ આગામી ૨૧ જુલાઈ, ૨૦૧૯ સુધી વધાર્યો છે. બોર્ડના ડિરેક્ટરોએ લોર્ગાટનો કાર્યકાળ વધારવા ભલામણ કરી હતી. લોર્ગાટની નિયુક્તિ ૨૦૧૩માં કરાઇ હતી અને તેમનો કાર્યકાળ ૧૨ મહિના બાદ પૂર્ણ થાય છે. પરંતુ તેમના કાર્યકાળમાં સાઉથ આફ્રિકા ક્રિકેટએ સારી પ્રગતિ કરી હોવાથી તેમનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે વધારાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter