માંચેસ્ટરઃ ઇંગ્લેન્ડ અને એવર્ટનના સ્ટાર ફૂટબોલર વેન રૂની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ સાબિત થતાં બે વર્ષ માટે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાયું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ દ્વારા તેને ૧૦૦ કલાકની કમ્યુનિટિ સર્વિસનો આદેશ આપ્યો છે. રૂનીએ પોતાની પર લાગેલા આરોપોનો સ્વીકાર કર્યો હતો. પહેલી સપ્ટેમ્બરના રોજ જ્યારે પોલીસ દ્વારા તેની કારને રોકવામાં અવી ત્યારે તેના શ્વાસમાં આલ્કોહોલનું પ્રમાણ ચેક કરાયું હતું અને તેમાં ૧૦૦ એમએલ લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ૧૦૪ એમજી જાણવા મળ્યું હતું. બ્રિટનમાં કાયદેસર આલ્કોહોલના પ્રમાણની લિમિટ ૩૫ એમજી છે.