ઇંગ્લેન્ડના ક્રિકેટ એવોર્ડમાં જો રૂટની હેટ્રિક

Monday 23rd May 2016 12:33 EDT
 
 

લીડ્સઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વાર્ષિક ક્રિકેટ એવોર્ડ સમારંભમાં જો રૂટે હેટ્રિક લગાવી હતી. જો રૂટ વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્લેયર, મર્યાદિત ઓવરોનો પ્લેયર ઓફ ધ યર અને ફેન ચોઇસ પ્લેયર ઓફ ધ યર બન્યો હતો.
બેસ્ટ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરની રેસમાં સ્ટુઅર્ટ બ્રોડ અને બેન સ્ટોક્સ પણ હતા. રૂટે આ બંનેને પછાડી એવોર્ડ જીત્યો હતો. મર્યાદિત ઓવરોની મેચની કેટેગરીમાં તેણે જોસ બટલર અને ડેવિડ વિલીને પાછળ એવોર્ડ મેળવ્યો હતો.
મહિલા વિભાગમાં અન્ય શ્રબસોલને મહિલા ક્રિકેટ ઓફ ધ યર જાહેર કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર શાર્લોટ એડવર્ડ્સને ફેન્સ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. ક્રિકેટરમાંથી કોમેન્ટ્રેટર બનેલા ડેવિડ લોયડને વિશેષ પુરસ્કાર એનાયત કરાયો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter