લંડનઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. ઇંગ્લેન્ડના મેનેજીંગ ડિરેક્ટર રોબે પૃષ્ટિ કરી હતી કે વોક્સ તેમની ભાવિ યોજનાઓનો ભાગ નથી. જે પછી વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વોક્સે 62 ટેસ્ટ, 122 વન-ડે અને 33 ટી20 મેચ રમી છે. તે વર્ષ 2019માં વન-ડે અને 2022માં ટી20 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લિશ ટીમનો ભાગ રહ્યો હતો. તેણે છેલ્લી ઈનિંગ્સ આ વર્ષે ઓગસ્ટમાં ઓવલ ટેસ્ટમાં રમી હતી, જ્યારે ખભાની ઈજા છતાં તે એક હાથે બેટિંગ કરવા ઉતર્યો હતો.