ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાંથી ઓપનર જેસન રોય આઉટ, હેરી બ્રુક ઇન

Friday 22nd September 2023 11:05 EDT
 
 

લંડનઃ ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવિવારે જાહેર થયેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓપનર જેસન રોયને પડતો મુકાયો છે. તેના સ્થાને હેરી બ્રુકને ટીમમાં તક અપાઇ છે. 2019માં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બની ત્યારબાદથી રોય ઈંગ્લેન્ડના અન્ય ખેલાડીઓની તુલનાએ સૌથી વધુ વન-ડે રમ્યો છે અને તેમ છતાં તેની બાદબાકી આંચકાજનક રહી છે.
બ્રુક ઓપનિંગ ઉપરાંત નીચેના ક્રમે બેટિંગમાં અનુકૂળ છે અને તેનો ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ માટે પ્રોવિઝનલ ટીમમાં પણ સમાવેશ કરાયો નહતો. તેણે ઉનાળામાં ઓસ્ટ્રેલિયા સામે એશીઝ ટેસ્ટમાં પ્રભાવી દેખાવ કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ત્રણ ઈનિંગ્સમાં ફક્ત 37 રન જ કર્યા હતા, ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે જણાવ્યું કે, ટીમની મજબૂતી જોતાં અમારે વૈશ્વિક સ્તરના ખેલાડીઓ અંગે કેટલાક આકરા નિર્ણયો લેવા પડ્યા હતા. ઈંગ્લેન્ડની આ વખતની વર્લ્ડ કપ ટીમમાં ગત વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના આઠ ખેલાડીઓ રમશે.
ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમઃ બટલર (કેપ્ટન), મોઇન, એટકિન્સન, બેરસ્ટો, બ્રુક, કરન, વિલિંગ્સન, મલાન, રાશિદ, રૂટ, સ્ટોક્સ, ટોપ્લે, વિલી, વૂડ, વોક્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter