ઇંડિયન સુપર લીગ ફૂટબોલઃ સુનિલ છેત્રી સૌથી મોંઘો ખેલાડી

Sunday 12th July 2015 06:08 EDT
 
 

નવી દિલ્હીઃ ઇંડિયન સુપર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટની બીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ થઈ ગઈ છે. જેમાં ભારતનો સુપર સ્ટ્રાઈકર સુનિલ છેત્રી રૂ. ૧.૨૦ કરોડ મેળવીને સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન છેત્રીની બેઝ પ્રાઈઝ ૮૦ લાખ રૂપિયા હતી, પણ મુંબઈ સિટીએ તેને રૂ. ૧.૨૦ કરોડમાં ખરીદયો છે. છેત્રી ઉપરાંત જેકિચંદ સિંહને પણ મુંબઇ સિટીએ રૂ. ૪૫ લાખમાં ખરીદ્યો હતો. બીજી તરફ થોઈ સિંહને ચેન્નઈ એફસીએ રૂ. ૮૬ લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હરાજી દરમિયાન કેટલાક ખેલાડીઓની બોલી લગાવાઈ હતી, પણ તેમને કોઈએ ખરીદ્યા નહોતા. તે સિવાય કેટલાક એવા ખેલાડીઓ હતા જેને બેઝ પ્રાઈઝ કરતા વધારે કિંમતે ખરીદવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter