ઈંગ્લેન્ડનો વન-ડેમાં વિક્રમજનક વિજયઃ ૩૫૦ રનનું ટાર્ગેટ હાંસલ કર્યું

Friday 19th June 2015 03:54 EDT
 
 

ટેન્ટબ્રિજઃ વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ૩૫૦ રનનું લક્ષ્ય હાંસલ કરીને વિક્રમજનક વિજય હાંસલ કર્યો છે. અહીં ગુરુવારે રમાયેલી મેચમાં યજમાન ટીમે કેપ્ટન ઇયાન મોર્ગન અને જો રૂટની સદીની મદદથી ન્યૂ ઝીલેન્ડ સામેની ચોથી વન-ડે જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં વિલિયમસન અને એલિયટ્ટની અર્ધી સદી તેમ જ સેન્ટનરના ૧૯ બોલમાં આક્રમક ૪૪ રનની મદદથી ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૪૯ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે ૪૪મી ઓવરમાં ત્રણ વિકેટના ભોગે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
વિજય માટે ૩૪૯ રનના પડકારજનક ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડે હેલ્સ અને રોયની ૧૦૦ રનની ભાગીદારીની મદદથી મજબૂત શરૂઆત કરી હતી. ૧૦૦ રનના સ્કોરે હેલ્સ આઉટ થયા બાદ ૧૧૧ રને રોય પણ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી મોર્ગન અને રૂટે ત્રીજી વિકેટ માટે ૧૯૮ રનની રેકોર્ડ ભાગીદારી નોંધવતાં ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી કોઇ પણ વિકેટ માટેની આ શ્રેષ્ઠ ભાગીદારી હતી.
મોર્ગન ૧૧૩ રન બનાવી આઉટ થયા બાદ સ્ટોક્સ અને રૂટે ૪૪મી ઓવરમાં ટીમને વિજય અપાવીને સિરીઝમાં ૨-૨ની બરાબરી પર લાવી દીધી છે. વન-ડેના ઇતિહાસમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત ૩૫૦ રનના લક્ષ્યાંકને મેળવવામાં સફળ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter