એક ટેસ્ટમાં ત્રણ સિક્સરઃ વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર

Sunday 27th June 2021 04:40 EDT
 
 

લંડનઃ બ્રિસ્ટલમાં રમાયેલી ઇંગ્લેન્ડ-ભારત વિમેન્સ ટેસ્ટ મેચમાં ૧૭ વર્ષની યુવા ખેલાડી શેફાલી વર્માએ માત્ર ડેબ્યુ જ નથી કર્યું, પણ ટેસ્ટ કારકિર્દીના પ્રારંભે યાદગાર રેકોર્ડ બનાવ્યા છે. શેફાલીએ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૯૬ રન કર્યા બાદ બીજી ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૩ રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઇએ મહિલા ટેસ્ટ ઇતિહાસમાં લગભગ ૮૬ વર્ષ ઇતિહાસમાં કોઇએ ટેસ્ટમાં ૩ સિક્સર નથી ફટકારી. શેફાલી વર્માએ એક જ ટેસ્ટમાં ત્રણ છગ્ગા લગાવીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે પહેલી ઇનિંગમાં ૨ છગ્ગા અને બીજી ઇનિંગમાં ૧ છગ્ગો ફટકારીનો આ સિદ્વિ મેળવનારી પહેલી મહિલા ક્રિકેટ બની ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter