ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

Tuesday 13th June 2023 08:04 EDT
 
 

લંડનઃ પાંચ વખતનું વન-ડે વર્લ્ડ ચેમ્પિયન, 2021નું ટી-20 વર્લ્ડ ચેમ્પિયન હવે ટેસ્ટમાં પણ વિશ્વ વિજેતા બન્યું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઈનલમાં આઈસીસી રેન્કિંગની નંબર-2 ટીમ ઓસ્ટ્રેલિયા સામે નંબર-1 ભારતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટનાં બાદશાહ ગણાતા ભારતને 209 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સતત બીજી વાર ડબ્લ્યૂટીસીની ફાઈનલ ગુમાવી છે.
ભારતને 2021ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને ટ્રેવિસ હેડ (163) પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ભારતીય ટીમ રવિવારે 164/3નાં સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યા બાદ માત્ર 234 રને સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 444 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
અંતિમ દિવસે 280 રનનો લક્ષ્યાંક મુશ્કેલ હતો. કોહલી-રહાણેની બેટિંગે આશા જગાવી હતી. પરંતુ તેની પર થોડી જ મિનિટોમાં પાણી ફેરવ્યું હતું. કોહલી વાઈડ ડિલિવરીને રમવાના પ્રયાસમાં ફરી આઉટ થયો. રહાણે પણ વધુ સમય ના ટકી શક્યો. લંચ આસપાસ જ ટીમ ઢેર થઈ. બોલેન્ડે 3 અને લાયને 4 વિકેટ ઝડપી. સંપૂર્ણ મેચ એકતરફી રીતે ઓસ્ટ્રેલિયાની પકડમાં જ
રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter