ઓસ્ટ્રેલિયાના હેડ કોચ તરીકે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ

Wednesday 20th April 2022 05:48 EDT
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે એન્ડ્ર્યુ મેકડોનાલ્ડની ચાર વર્ષ માટે વરણી કરાઇ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે ઇન્ટરિમ કોચ રહ્યા બાદ મેકડોનાલ્ડ સાથે રેગ્યુલર કોચ તરીકે કરાર કરાયા છે. જસ્ટિન લેંગરે ફેબ્રુઆરીમાં ટૂંકો કોન્ટ્રેક્ટ વધારવાનો ઇન્કાર કર્યો હતો. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીને 1-0થી જીત્યા બાદ મેકડોનાલ્ડને મુખ્ય કોચ બનાવવામાં આવશે તેવી અટકળો થતી હતી. ભૂતપૂર્વ ટેસ્ટ ઓલરાઉન્ડર મકેડોનાલ્ડે આઇપીએલ અને ઇંગ્લિશ કાઉન્ટીમાં મુખ્ય કોચ તરીકે પણ ભૂમિકા ભજવી છે. કોચિંગ પહેલાં મેકડોનાલ્ડ ખેલાડી તરીકે આઈપીએલમાં પણ રમી  ચૂક્યો છે. 2010માં તેણે ચાર મેચ, 2011માં એક મેચ અને 2010માં ચાર મેચ રમી હતી. મેકડોનાલ્ડ 2019માં ઓસ્ટ્રેલિયાની કોચિંગ ટીમનો હિસ્સો બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયા બાદ સહાયક કોચ તરીકે ફરજ બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter