કેવિન પીટરસનની ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા

Thursday 31st August 2017 04:50 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને ઈંગ્લિશ ક્રિકેટને અલવિદા કરી છે. નેટવેસ્ટ ટ્વેન્ટી૨૦ બ્લાસ્ટમાં સરેનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજ્ય થયા બાદ પીટરસને ટ્વિટર દ્વારા પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. હવે તે ઈંગ્લેન્ડમાં રમતો જોવા નહીં મળે. જોકે વોર્વિકશાયર સામેની મેચમાં તે સરેની ટીમનો હિસ્સો નહોતો. આ મેચ બાદ પીટરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને પોતાના પ્રશંસકો ઉપરાંત નોટિંગહામશાયર, નોર્થમ્પટનશાયર અને સરેનો પણ આભાર માન્યો હતો. આ પહેલાં પીટરસને ૨૦૧૨માં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી રમતા પીટરસને ૧૦૪ ટેસ્ટમાં ૮૧૮૧ રન, વન-ડે ક્રિકેટમાં ૪૪૪૦ રન અને ૩૭ ટ્વેન્ટી૨૦માં ૧૧૮૬ રન કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter