કોહલીની બ્રાન્ડ વેલ્યૂ રૂ. ૧૭૩૩ કરોડઃ સતત ચોથા વર્ષે નંબર-૧ સેલિબ્રિટી

Monday 08th February 2021 05:50 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના મોસ્ટ વેલ્યૂડ સેલિબ્રિટી લિસ્ટમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ સતત ચોથી વાર ટોચનું સ્થાન મેળવ્યું છે. કોહલીની બ્રાન્ડ વેલ્યૂ ૨૩.૭૭ કરોડ યુએસ ડોલર (અંદાજે ૧,૭૩૩ કરોડ રૂપિયા) છે. ડફ એન્ડ ફેલપ્સે ‘એમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ’ નામે આ રિપોર્ટ જાહેર કર્યો છે. અહેવાલમાં ટોપ-૧૦ સ્થાનમાં કોહલી એકમાત્ર ખેલાડી છે, બાકી તમામ સેલિબ્રિટી ફિલ્મ જગતની છે. તેમાં બે અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે.

કોહલીના વિરાટ પોર્ટફોલિયોમાં હાલ ૩૦ બ્રાન્ડ છે. તેમની બ્રાન્ડ વેલ્યૂમાં કોઈ ઘટાડો નથી થયો. ચાર વર્ષથી સતત તે અનેક બ્રાન્ડની પસંદ બની રહ્યો છે. કોહલીને બાદ કરતાં ટોચની ૨૦ સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યૂમાં ૫ ટકા અર્થાત ૧ બિલિયન ડોલર (રૂપિયા ૭,૨૯૨ કરોડ)નો ઘટાડો થઈ ચૂક્યો છે.

અક્ષય બીજા ક્રમે અને રણવીર ત્રીજા ક્રમે

અક્ષય કુમાર ૧૧.૮૯ કરોડ ડોલર (રૂ. ૮૬૭ કરોડ રૂપિયા) બ્રાન્ડ વેલ્યૂ સાથે ભારતના મોસ્ટ વેલ્યૂએબલ સેલેબલ્સની યાદીમાં બીજા ક્રમે છે. તેમની બ્રાન્ડ વેલ્યૂમાં ૧૩.૮ ટકાનો વધારો થયો છે. જ્યારે રણવીર સિંહે સતત બીજા વર્ષે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યૂ ૧૦.૨૯ કરોડ ડોલર (રૂ. ૭૫૦ કરોડ રૂપિયા) છે.

શાહરુખ ચોથા અને દીપિકા પાંચમા સ્થાને

શાહરુખ ખાન ૫.૧૧ કરોડ ડોલર (અંદાજે ૩૭૨ કરોડ રૂપિયા) બ્રાન્ડ વેલ્યૂ સાથે ચોથા સ્થાને છે. તો દીપિકા પદુકોણની બ્રાન્ડ વેલ્યૂમાં ઘટાડો થયો છે. તે ૫.૦૪ કરોડ ડોલર (૩૬૭ કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યૂ સાથે પાંચમા સ્થાને છે. બ્રાન્ડ વેલ્યૂ ઘટતાં દીપિકા ત્રીજાથી પાંચમા સ્થાને સરકી ગઈ છે.

સેલિબ્રીટી અને બ્રાન્ડ વેલ્યુ (રૂ.માં)

વિરાટ કોહલી ૧૭૩૩ કરોડ
અક્ષયકુમાર ૮૬૭ કરોડ
રણવીર સિંહ ૭૫૦ કરોડ
શાહરુખ ખાન ૩૭૨ કરોડ
દીપિકા પાદુકોણ ૩૬૭ કરોડ
આલિયા ભટ્ટ ૩૪૭ કરોડ
આયુષ્યમાન ખુરાના ૩૪૯ કરોડ
સલમાન ખાન ૩૨૮ કરોડ
અમિતાભ બચ્ચન ૩૨૨ કરોડ
હૃતિક રોશન ૨૮૭ કરોડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter