ચમારા સિલ્વા પર ફિક્સિંગના કારણે ૨ વર્ષનો પ્રતિબંધ

Thursday 21st September 2017 13:05 EDT
 
 

કોલંબોઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ચમારા સિલ્વા પર વર્ષના પ્રારંભે ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન કથિત મેચ ફિક્સિંગ બદલ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. શ્રીલંકા ક્રિકેટે ૨૩થી ૨૫ જાન્યુઆરી વચ્ચે પનાડુરા ક્રિકેટ કલબ અને કાલુતારા ફિઝિકલ કલ્ચર વચ્ચે મેચના ત્રીજા દિવસની ઘટનાઓની સાત મહિના તપાસના અંતે આ જાહેરાત કરી હતી. આ બે ક્લબો વચ્ચેની મેચ ફિક્સ હતી કે કેમ તે જાણવા માટે તપાસ હાથ ધરાઇ હતી. આ મેચમાં એક દિવસમાં ૨૪ વિકેટો પડી હતી અને ૧૩.૪ ઓવરમાં ૧૬૫ રનનો પડકાર હાંસલ કરાયો હતો.
આ મેચમાં પનાડુરાની કેપ્ટનશિપ કરી રહેલા ચમારા સિલ્વા પર બે વર્ષ રમવા પર, કોચિંગ આપવા અથવા મેનેજમેન્ટમાં કામ કરવાને લઈને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે ૧૯૯૯થી ૨૦૧૧ વચ્ચે શ્રીલંકા તરફથી ૧૧ ટેસ્ટ અને ૭૫ વન-ડે રમી ચૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter