ચેતેશ્વર પૂજારાએ ઘરઆંગણાના ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સાક્ષી આપતા આંકડાઓ...
• 21,301 રન અને 96 સદીઃ પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 21,301 રન ફટકાર્યા હતા, જેમાં 66 સદી પણ સામેલ છે. ભારતીય ક્રિકેટની આ યાદીમાં ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડ જ તેના કરતાં આગળ છે.
• 18 બેવડી સદીઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18 બેવડી સદી સાથે પૂજારા ઓલ ટાઈમ વર્લ્ડ રેકોર્ડમાં ડોન બ્રેડમેન (37 બેવડી સદી), વોલી હેમંડ (36) અને પાટ્સી હેન્ડેર્ન (22) પછી ચોથા ક્રમે છે. ભારત તરફથી સૌથી વધુ બેવડી સદીમાં વિજય મર્ચન્ટ 11 બેવડી સદી સાથે બીજા ક્રમે છે.
• 3 ત્રેવડી સદીઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 3 ત્રેવડી સદી ફટકારનારા માત્ર બે જ ભારતીય ક્રિકેટરોમાં એક નામ પૂજારાનું છે. યાદીમાં બીજું નામ સૌરાષ્ટ્રના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાનું છે.
• 5 રણજી ફાઈનલ્સઃ પૂજારા કારકિર્દીમાં પાંચ રણજી ટ્રોફીની ફાઈનલ રમ્યો હતો. તેણે 2019-20 અને 2022-23માં સૌરાષ્ટ્રની ટીમને ચેમ્પિયન બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી.