ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિને ક્રિકેટજગતના દિગ્ગજોએ બિરદાવી છે.
• તે પ્રચંડ તોફાન સામે અડીખમ બનીને ઉભો રહેતો. જ્યારે આશા ઘટતી જતી હોય, ત્યારે તે સંઘર્ષ કરતો. અભિનંદન પૂજી...’ - ગૌતમ ગંભીર
• એવો ખેલાડી કે જેણે તેનું મન, શરીર અને આત્માને પણ દેશની સેવામાં લગાવી દીધા. અસાધારણ કારકિર્દી બદલ અભિનંદન. હવે મેદાનની બીજી તરફ મળીએ.’ - યુવરાજ સિંઘ
• તારી સાથે રમવાની દરેક પળ મારી ગમતી યાદોમાં સામેલ છે. આપણે સાથે મળીને મેળવેલો વિશિષ્ટ ટેસ્ટ વિજય સંભારણામાં તરોતાજા રહેશે. બીજી ઈનિંગ માટે શુભેચ્છાઓ. - અજિંક્યા રહાણે
• પુજારામાં અદ્વિતીય સાહસ, ધીરજ અને દ્રઢ સંકલ્પશક્તિ હતા. ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં ભારતને જીત અપાવતા તેણે શરીર પર, ઓસ્ટ્રેલિયન બોલરોએ ફેંકેલા બોલના પ્રહાર જે પ્રકારે સહન કર્યા હતા, તે દેશ માટે તમામ મુશ્કેલીઓ સહન કરવાની તેની દૃઢ ઈચ્છાશક્તિને દર્શાવે છે. - વી.વી.એસ. લક્ષ્મણ
• તું આ અદ્ભુત રમતનો શ્રેષ્ઠ પ્રતિનિધિ છો. ક્રિકેટના મેદાન પરની તારી તમામ સિદ્ધિઓ બદલ ગૌરવ અનુભવીએ છીએ. તેં ટીમ માટે સર્વસ્વ અર્પણ કરી દીધું છે. તારી સાથે રમવાની - કામ કરવાની તક મળી તે મારા માટે ગૌરવરૂપ છે. આશા રાખું છું કે, તારી બીજી ઇંનિંગ (નિવૃત્તિ પછીની કારકિર્દી) પણ ચમકદાર રહે. - અનિલ કુમ્બલે