ટીમ ઇંડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસઃ અજિંક્ય રહાણે કેપ્ટન

Tuesday 30th June 2015 08:43 EDT
 
 

મુંબઈ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડની સિલેક્શન કમિટીએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપ્યું છે. પ્રવાસ દરમિયાન રમાનારી ત્રણ વન-ડે અને બે ટવેન્ટી૨૦ મેચ માટે જાહેર કરાયેલી ૧૫ સભ્યોવાળી ટીમમાં વિકેટકિપીંગ સ્પેશિયાલિસ્ટ નથી.
ઝિમ્બાબ્વે પ્રવાસમાં હરભજન સિંહ અને રોબિન ઉથપ્પાનો ફરી ટીમમાં સમાવેશ કરાયો છે જ્યારે મનીષ પાન્ડે ટીમમાં નવો ચહેરો છે. ટૂર્નામેન્ટની તમામ મેચ હરારેમાં રમાશે.
ટીમ ઇંડિયાઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), મુરલી વિજય, અંબાતી રાયડુ, મનોજ તિવારી, કેદાર જાધવ, રોબિન ઉથપ્પા, મનીષ પાન્ડે, હરભજન સિંહ, અક્ષર પટેલ, ધવલ કુલકર્ણી, કર્ણ શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર, મોહિત શર્મા, સંદીપ શર્મા
સિનિયર્સને આરામઃ મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, શિખર ધવન, ઉમેશ યાદવ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા

પ્રવાસ કાર્યક્રમ

વન-ડે સિરીઝઃ • ૧૦ જુલાઇ - પ્રથમ વન-ડે • ૧૨ જુલાઇ - બીજી વન-ડે • ૧૪ જુલાઇ - ત્રીજી વન-ડે

ટ્વેન્ટી૨૦ સિરીઝ • ૧૭ જુલાઇ - પ્રથમ મેચ • ૧૯ જુલાઇ - બીજી મેચ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter