ધોનીનું ૯૯મું સ્ટમ્પિંગ

Tuesday 29th August 2017 05:22 EDT
 
 

પલેકલઃ ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકિપર કુમાર સંગાકારાના સર્વાધિક સ્ટમ્પિંગના રેકોર્ડની બરોબરી કરી હતી. ધોનીએ પોતાની ૨૯૮મી વન-ડે મેચમાં ગુનાતિલકાની વિકેટ સ્વરૂપે પોતાનું ૯૯મું સ્ટમ્પિંગ કર્યું હતું. જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સ્ટમ્પિંગની ચર્ચા કરીએ તો ધોની ૧૬૦ શિકાર સાથે ધોની વિશ્વમાં નંબર - ૧ વિકેટકીપર છે. વન-ડે ક્રિકેટમાં ધોનીના નામે કુલ ૩૭૭ શિકાર (૨૭૮ કેચ, ૯૯ સ્ટમ્પિંગ) નોંધાયેલા અને બેસ્ટ વિકેટકીપરની યાદીમાં તે ચોથા ક્રમે છે. સંગાકારા (૪૮૨) પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ એડમ ગિલક્રિસ્ટ (૪૭૨) બીજા તથા માર્ક બાઉચર (૪૨૪) ત્રીજા ક્રમે છે. જો ધોની ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી રમશે તો તેની પાસે બાઉચરનો રેકોર્ડ તોડવાની તક રહેશે. ધોનીએ ટેસ્ટ કારકિર્દીની ૯૦ મેચમાં સ્ટમ્પ પાછળ ૨૯૪ શિકાર (૨૫૬ કેચ, ૩૮ સ્ટમ્પિંગ) કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter