ધોનીનો વિશ્વવિક્રમઃ ૧૦૦ સ્ટમ્પિંગ

Tuesday 05th September 2017 14:15 EDT
 
 

મુંબઇઃ ટીમ ઇંડિયાના એક સમયના સ્ટાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક વધુ કીર્તિમાન હાંસલ કર્યું છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચહલની બોલિંગમાં તેણે ધનંજયાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે જ ધોનીએ વન-ડે ક્રિકેટમાં ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કર્યા છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ધોની ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરનારો સૌપ્રથમ વિકેટકપર બની ગયો છે.
સૌપ્રથમ ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરવાનો રેકોર્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જ્હોન હેમન્ડ, લિસ્ટ-એમાં સ્ટિવ રોડ્સને નામે છે. આમ, આ એલિટ ક્લબમાં હવે ધોની પણ સામેલ થઇ ગયો છે. ધોનીએ તેની ૩૦૧મી વન-ડેની ૨૯૬મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ધોનીએ વિકેટ પાછળ કુલ ૨૮૩ કેચ ઝડપ્યા છે. આમ, વિકેટ પાછળ ધોનીએ કુલ ૩૮૩ શિકાર ઝડપ્યા છે. વિકેટ પાછળ સૌથી વધુ શિકાર મામલે ધોની હજુ ત્રીજા સ્થાને છે. વિકેટ પાછળ શ્રીલંકાના કુમાર સંગાકારાએ સૌથી વધુ ૪૮૨, ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે ૪૭૨ શિકાર ઝડપેલા છે. દરમિયાન શ્રીલંકાને પાંચમી વન-ડેમાં હરાવીને ભારતે ૫-૦થી ભવ્ય શ્રેણી વિજય હાંસલ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter