નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યોઃ 88.44 મીટરનો થ્રો કરીને ડાયમંડ લીગ ટ્રોફી જીતી

Saturday 17th September 2022 07:00 EDT
 
 

લુસાને: ભારતીય ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ પોતાના શાનદાર પ્રદર્શનન આગળ વધારીને ડાયમંડ લીગ ટ્રોફી પોતાના નામે કરી છે. નીરજે લુસાને ડાયમંડ લીગ ફાઈનલ્સની જેવલિન થ્રોમાં 88.44 મીટ સુધી જેવલિન ફેંકીને ટાઇટલ જીતી લીધું હતું અને આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનાર તે ભારતનો પ્રથમ એથ્લીટ બની ગયો છે. નીરજ 2017 અને 2018માં ફાઈનલ્સ માટે ક્વોલિફાય થયું હતું પરંતુ તે ટોપ-5ની બહાર રહ્યો હતો.
ડાયમંડ લીગમાં નીરજની શરૂઆત સારી રહી નહોતી અને ફાઈનલની પ્રારંભ તેણ ફાઉલ સાથે કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં છેલ્લા ક્રમે રહેલા નીરજે બીજા થ્રોમાં 88.44 મીટરના અંતર સાથે ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. નીરજનો થ્રો 88.00 મીટર, ચોથો 86.11 મીટર, પાંચમો 87.00 અને છઠ્ઠો થ્રો 83.60 મીટરનો રહ્યો હતો. નીરજ બાદ ચેક રિપબ્લિકનો જેકોબ વાડલેચ 86.94 મીટરના થ્રો સાથે બીજા ક્રમે અને જરમીનો જુલિયન વેબર 83.73 મીટરના થ્રો સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષ નીરજ માટે શાનદાર રહ્યા છે. 2021ની ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા પહેલાં નીરજે 2018ની એશિયન ગેમ્સ અને 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ઈજાના કારણે 2022ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter