વોશિંગ્ટનઃ નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી ઈવેન્ટનું વાતાવરણ રચાયું હતું તેમજ ભોગોલિક રીતે અંતર ધરાવતા કિશોરો અને યુવકો સંઘભાવના, મિત્રતા અને અખિલાઈની ભાવના સાથે એકત્ર થયા હતા.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, પાર્ટિસિપેન્ટ્સને એથ્લેટિક અને આધ્યાત્મિક વિકાસનો અનુભવ થયો હતો. દરરોજ, આરતી, ચેષ્ટા અને વિચારપૂર્વક આયોજિત સવાર અને સાંજના સેશન્સ થકી યુવાનોને સ્પોર્ટ્સમેનશિપને સત્સંગના મૂલ્યો સાથે સાંકળવામાં મદદ મળી હતી. ઈવેન્ટના માળખાથી કોર્ટ પર શીખેલા પાઠ જીવન, અભ્યાસ, કારર્કિર્દી અને સેવામાં આગળ લઈ જવાની ચોકસાઈ સાથે નેતૃત્વ, શિસ્ત, સહકાર અને અંગત ચિંતનને ઉત્તેજન મળ્યું હતું.
પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની કલ્પનાના માર્ગદર્શન હેઠળ યોગી કપ દ્વારા યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના વારસાને આગળ વધારાયો હતો. 2025-2026ની ટુર્નામેન્ટે યુવાનોને સ્પર્ધાના આનંદ તેમજ યોગી કપની વ્યાખ્યા કરતા સંપને અનુભવવાની સાથોસાથ તેમની આધ્યાત્મિકતાના ઊંડાણ, તેમના ગુરુ સાથે સંબંધો ગાઢ બનાવવાઅને અર્થસભર બંધનના નિર્માણના પ્લેટફોર્મ તરીકે કાર્ય કર્યું હતું.


