મદ્રાસઃ ‘બેબી સમુરાઈ’ના હુલામણા નામથી જાણીતા 15 વર્ષીય કેન્યન કિશોર ડ્રાઈવર શાન ચંદેરીઆએ FIA પ્રમાણિત ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલની ત્રીજી સીઝનમાં વિજય હાંસલ કરી સૌથી યુવાન ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. શાન ચંદેરીઆએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના હિસ્સારૂપ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટની રેસ વનમાં ચેમ્પિયનશિપ મેળવી હતી. તેણે ચેન્નાઈમાં બીજા રાઉન્ડ દરમિયાન ઈતિહાસ સર્જી FIA ફોર્મ્યુલા 4 રેસ જીતનારા પ્રથમ કેન્યન તરીકેનું બિરુદ હાંસલ કર્યું છે.
નવોદિત રેસિંગ ડ્રાઈવર તરીકે 2025ની સીઝનમાં પ્રવેશેલો શાન ચંદેરીઆએ નિર્વિવાદ ચેમ્પિયન બિરુદ હાંસલ કર્યું છે. તેની યુવા કાર્કિર્દીમાં પ્રથમ ચેમ્પિયનશિપ ટાઈટલ છે. આ વીકએન્ડના પાંચમા અને ફાઈનલ રાઉન્ડમાં ધ ચેન્નાઈ ટર્બો રાઈડર્સ 24 પોઈન્ટની સરસાઈ સાથે અગ્રક્રમે રહ્યાં હતાં. જોકે, તેણે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટની મુશ્કેલ ટ્રેક અને વિષમ પરિસ્થિતિઓની સાથોસાથ વધુ અનુભવી પ્રતિસ્પર્ધીઓનાં પડકારનો પણ સામનો કરવાનો હતો. ‘બેબી સમુરાઈ’એ પડકાર ઝીલી લીધો હતો અને રેસ વનમાં જ ચેમ્પિયનશિપ હાંસલ કરવાનો મક્કમ નિર્ધાર સ્પષ્ટ કરી દીધો હતો. પહેલા દિવસે જ રેસની પોલ પોઝિશનમાં શાન ચંદેરીઆએ 26 મિનિટ અને 23.059 સેકન્ડ્સમાં 23 લેપ્સ પૂરાં કર્યા હતા. જોકે, તે 26 મિનિટ અને 22.674 સેકન્ડ્સના ટાઈમિંગ ધરાવતા કિચ્ચાઝ કિંગ્ઝ બેંગલુરુના સાચેલ રોટ્જે પછી બીજા સ્થાને આવ્યો હોવાં છતાં, ટોપ ટુ ફિનિશ ટાઈટલ જીતવા માટે પૂરતા નીવડ્યા હતા.
ચેમ્પિયનશિપ પૂર્ણ થઈ જવા છતાં ફ્રેન્ચમેન રોટ્જે અને ચંદેરીઆ, આ સીઝનમાં થયું તેમ રેસ 2માં ફરી આમનેસામને આવ્યા અને રિવર્સ ગ્રીડમાં ફેંકાયા હોવા છતાં, સ્પર્ધામાં આખરે ફિનીશ તરફ પહોંચ્યા હતા.ગોવા એસીઝ જેએ રેસિંગનો 16 વર્ષીય લૂઈવિવે સામ્બુડ્લા છેલ્લા લેપમાં ઓવરટેક કરી રોટ્જે સામે જીતી બીજા ક્રમે અને ચંદેરીઆ ત્રીજા ક્રમે રહ્યો હતો.
ચંદેરીઆ અને રોટ્જે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે રહી 2025ની ઈન્ડિયન ફોર્મ્યુલા 4 ચેમ્પિયનશિપમાંમાં પ્રભુત્વ ધરાવતા રહ્યા, જ્યારે સાત વખત ઈન્ડિયન નેશનલ કાર્ટિંગ ચેમ્પિયન રહેલા ઈશાન મહેશને ત્રીજું સ્થાન હાંસલ થયું હતું. ચંદેરીઆની ટીમ ધ ચેન્નાઈ ટર્બો રાઈડર્સ ટીમ ચેમ્પિયનશિપમાં વિજેતા નીવડી હતી.
F4 ચેમ્પિયનશિપે સૌથી રોમાં ચક ડ્રાઈવિંગ પ્રતિભાઓમાં એક તરીકે ચંદેરીઆનું સ્ટેટસ પ્રસ્થાપિત કર્યું છે. ભારતવંશી 15 વર્ષીય કેન્યન કિશોર રાજ ચંદેરીઆએ માત્ર પાંચ વર્ષની કુમળી વયે સ્પોર્ટ્સમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તેણે કેન્યા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં નામના હાંસલ કરી 2021માં રુકી (નવોદિત) ઓફ ધ યર સન્માન અને 2022માં નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું. તે 2024માં બ્રિટિશ કાર્ટિંગ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ભાગ લેવા સ્થળાંતર કરી યુકે આવ્યો હતો અને ફોર્મ્યુલા ગ્લોબલ શૂટઆઉટ પ્રોગ્રામ (FGSP) થકી સીંગલ-સીટર્સમાં સ્થાન મેળવ્યું હતું.


