બાંગ્લાદેશને હરાવી આફ્રિકાએ ટી૨૦ સિરીઝ જીતી

Thursday 09th July 2015 07:57 EDT
 

મીરપુરઃ યજમાન સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં ૩૧ રને વિજય મેળવવાની સાથે બે મેચની સિરીઝ ૨-૦થી કબ્જે કરી છે. ઢાકામાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાએ બાવન રને વિજય મેળવ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ઓપનર ડી’કોકના ૪૪, ડી’ વિલિયર્સના ૪૦ રન અને અંતિમ ઓવરોમાં મિલરના ૩૦ રન તથા રિલી રોસોના છ બોલમાં ધમાકેદાર ૧૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૬૯ રન કર્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્રણ વિકેટ ઝડપનાર આફ્રિકાના એડી લીને મેન ઓફ ધ મેચ જ્યારે ડુ પ્લેસીસને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter