બાસ્કેટબોલ લેજન્ડ સ્વ. કોબી બ્રાયન્ટને ‘હોલ ઓફ ફેમ’ સન્માન

Sunday 23rd May 2021 09:33 EDT
 
 

લોસ એન્જલસઃ લોસ એન્જલસ લેકર્સના બાસ્કેટ બોલ લેજન્ડ કોબી બ્રાયન્ટને ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન આપીને મરણોત્તર સન્માન કરવામાં આવ્યં છે. કનેકટીકટના સન અરેનામાં ૧૫ મેની રાત્રે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારંભમાં બાસ્કેટબોલના વર્તમાન અને ભૂતપૂર્વ ટોચના ખેલાડીઓની ભાવભરી હાજરી જોઈ શકાતી. કોબી બ્રાયન્ટના પત્ની વનેસાએ આ સન્માન સ્વીકારતા જે સ્પીચ આપી તે સાંભળતા બધા બ્રાયન્ટની યાદમાં લાગણીશીલ બની ગયા હતા. પાંચ વખત એનબીએ ચેમ્પિયન ટીમના ખેલાડી બ્રાયન્ટ માટે વનેસાએ કહ્યું હતું કે કોબીનું લેવલનું જુદું હતું. તેણે ક્યારેય સફળતા માટે શોર્ટ કટ નહોતો અપનાવ્યો, તેણે તેની રમતને અને ટીમને તેની મહત્તમ ક્ષમતાથી પ્રદાન આપ્યું હતું.
વેનેસાએ તે પછી ઉમેર્યું હતું કે કોબી તેના ચાહકોને પણ ચાહતો હતો અને શક્ય એટલા તમામને પ્રતિભાવ આપતો હતો. તે બધાને મદદ કરવા હંમેશાં તત્પર રહેતો હતો. તે તમને બધાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેની પ્રતિભા કે લોકપ્રિયતા પર શંકા કરનારા માટે પણ તેને દ્વેષ નહોતો. માઇકલ જોર્ડને પણ આ પ્રસંગે સ્ટેજ હાજરી આપી હતી. કોબી બ્રાયન્ટ અને ૧૩ વર્ષીય પુત્રી ગિઆન્નાનું જાન્યુઆરી ૨૦૨૦માં હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. બ્રાયન્ટ લેકર્સનો અને એનબીએનો ખૂબ જ લોકપ્રિય ખેલાડી હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter